હાઈકુ Apr26 થયો સૂર્યાસ્ત ફરજ પર ચઢ્યો ગોખલે દીવો. * ભરબપોરે ઝાડ પર પાંદડાં શોધે છાંયડો. * અનરાધાર વર્ષા, માનવહૈયાં કોરાં ને કોરાં. * પવન ગાતો હાડરડું, ફૂલડાં પોઢે બાગમાં. * શહેર વચ્ચે લાઈટના થાંભલે આગિયો ઝૂરે. * ઝૂકે બોરડી કેટલાંયે વર્ષોથી રામને જોવા. * ભરબપોરે પરસેવે નહાતો બરફવાળો. * એક બુલેટ ત્રણ ગોળી, વીંધાયું સત્ય હે રામ! * ખભે કુહાડી વાડીમાં થર થર કાંપતું ઝાડ. * છેલ્લું સ્ટેશન બહાર કોલાહલ ભીતર શાંતિ. * કંપે ધરતી ઢગલામાંથી શોધે ઘરવખરી. * ધન્ય ઊર્મિલા ઓળંગી નહીં કદી લક્ષ્મણરેખા. ( ધનસુખલાલ પારેખ )
I like very much all your mails.Really you keep my touch live in our KAVYAS.Keep it up.Thank you very much. Reply
I like very much all your mails.Really you keep my touch live in our KAVYAS.Keep it up.Thank you very much.
its EXCELLENT nothing else.
છેલ્લું સ્ટેશન બહાર કોલાહલ ભીતર શાંતિ. this is true about every life in this world
ધન્ય ઊર્મિલા
ઓળંગી નહીં કદી
લક્ષ્મણરેખા.
saras
KAPE DHARTI DHGLA MATHI SHODHA GARVAKHRI.V. V. NICE
Saras haikuo.THODA MA GHANU..fARI MALI SHU.
nice haikus…….. !!