દુ:ખ ને સુખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે,
તેં મને ભીડી દીધો છે સૂડીના બે પાંખિયાં વચ્ચે.
ક્યાં, જવું ક્યાં? જ્યાં સુધી પહોંચે નજર દરિયો જ દરિયો છે,
ચોતરફ પણ હું ઘેરાઈ ગયો છું ચાંચિયા વચ્ચે.
તારી આ અંગત ગણાતી ડાયરીના પેજ અંદર પણ,
સાવ અતડો રાખી મૂક્યો છે મને તેં હાંસિયા વચ્ચે.
છે સફરમાં આજ સૌનું સ્થાન મારાથી ઘણું નીચું,
હું સૂતો છું એકદમ આરામથી આ કાંધિયા વચ્ચે.
>મારું આ ખાલીપણું મેં એક બાળક જેમ ઉછેર્યું,
છું અહીં હું એકલો સંતાનવાળો વાંઝિયા વચ્ચે.
( અનિલ ચાવડા )
સરસ ગઝલ. અપ્રચલિત કાફિયાઓ તાજગીથી વપરાયા છે.
સરસ ગઝલ.
SHU KAHU,,????,DIL NI VAT DIL MA RAHE TO SARU.
TAME TO MARA DIL NI VAAT KAGAZ UPER UTARI LIDHI
KAI EVU HOY CHHE DIL ANE DIMAG VACHCHE MATHAMAN MA HAMESHA MANAS PISATO AVOYO CHHE. KHUB SARAS.