દિવસ પૂરો થયો ને રાત થઈ, સારું થયું;
ઉજાગર આપમેળે જાત થઈ, સારું થયું!
અલગ અંધારની રજૂઆત થઈ, સારું થયું!
ઉજાલાની પછી શરૂઆત થઈ, સારું થયું!
સમય પાજી હતો ને છે, ના એ ઊભો રહ્યો;
અછડતી તોય મુલાકાત થઈ, સારું થયું!
જતનથી જાળવેલું મૌન તૂટ્યું, પણ પછી
કોઈ સાથે જરા બે વાત થઈ, સારું થયું!
ન કેવળ સુખ, બલકે દુ:ખ પણ સાથે વણ્યું;
અનોખી જિંદગીમાં ભાત થઈ, સારું થયું!
ગઝલનો માર્ગ પણ તારા સુધી પહોંચે “સુધીર”
હકીકત આજ અમને જ્ઞાત થઈ, સારું થયું!
( સુધીર પટેલ )
SAMAY NI VAT KHUB SARAS RITE RAJU KARVAMA AVI CHHE.
ગઝલનો માર્ગ પણ તારા સુધી પહોંચે “સુધીર”
હકીકત આજ અમને જ્ઞાત થઈ, સારું થયું!
સરસ ગઝલ.