પુલ : ચાર મોનોઈમેજ Jul11 (૧) સંબંધનો પુલ અચાનક આપણી વચ્ચે આ લાગણીઓનો ટ્રાફિક જામ? નક્કી પુલ તૂટ્યો હોવો જોઈએ ! (૨) સંજોગનો પુલ ટ્રાફિક સિગ્નલ પાસે ફૂટપાથ પર ફૂલના ગજરા વેચતી છોકરી આજે ખૂબ ઉદાસ હતી. આજે મહાનગરપાલિકાએ ફ્લાય-ઓવરને મંજૂરી આપી દીધી ! (૩) સૂનાપણાનો પુલ અમે સાથે બેસતાં એ પુલ પર વાદળનું ઘર હતું. ‘એ’ ગઈ પછીથી હું વરસાદ વાવતાં ભૂલી ગયો છું. હવે ના તો પુલ નીચે નદી વહે છે કે ના તો પુલ પર મેઘધનુષ ઊગે છે. (૪) સ્મરણનો પુલ જ્યારે પણ ‘તેને’ યાદ કરું છું, ધસમસતી આવે છે સ્મરણોની ટ્રેન; હું પુલની જેમ થરથરું છું ! ( મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’ )
સ્મરણનો પુલ
તુ કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈ કિસી પુલ સા થરથરાતા હૂં
એ શેરની ગુજરાતી આવ્રુતી છે !