પસંદગી-૧

ચડાણ કપરાં છે ને

પસંદગી તમારે જ કરવાની છે:

બે પગે ચાલવું કે ચાર પગે.

પાંખો તો નથી કે ઊડી શકાય.

તમારી પાસે તો છે

બે પગ, કુદરતદત્ત.

હા,

બે હાથ પણ છે

હાથમાં બંદૂક પકડવી કે

વાંસળી

ચડાણ કપરાં છે.

પસંદગી તમારે જ કરવાની છે.


( જયા મહેતા )

3 thoughts on “પસંદગી-૧

 1. બે પગે ચાલવું કે ચાર પગે.
  ચાર પગ થઈ જાય તો ? બીજી બે કલ્પનાની પાંખો અને વિચારની આંખો..
  સુંદર કાવ્ય ,સંકેતમાં ઘણું કહી જાય છે..
  વિપુલભાઈ અને પ્રકાશભાઈ અંગે વધુ લખવા સુચન આવકારું છું
  લખાશે પછી રજુ કરીશ..ધન્યવાદ

 2. “હાથમાં બંદૂક પકડવી કે
  વાંસળી
  ચડાણ કપરાં છે.
  પસંદગી તમારે જ કરવાની છે.”

  પસંદગી સાવ સરળ છે.
  ચઢાણ કપરાં હોવાનો સવાલ જ નથી.વાંસળી કે બંદૂક અને બે હાથનો સવાલ છે.હાથથી ચઢાણ ઓછાં કરવાનાં છે?
  બધાં પસંદગી કરીને બેસી ગયાં છે.વાંસળી કે બંદૂક ક્યાં છે એ કોઈને ખબર પડનાર નથી.બંદૂક ઘરમાં રાખીને હાથમાં વાંસળી લઈને ફરનારાને ઓળખી શકશો કે?

 3. hathma banduk pakadavi ke vansadi
  chadankapara che pasand gi tamare ja
  karwani che…..ATI SUNDAR,,,,,
  harek manushayane potane j vicharwanu che

  Ch@dr@

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.