ત્રણ લઘુકાવ્યો

૧.

આખું આકાશ

સમાઈ જાય

મારી આંખોમાં !

કેવડો શૂન્યાવકાશ

મારી આંખમાં


૨.

શકુંતલાની આંગળીએથી

સરી ગયેલી વીંટી સાથે

સરી ગઈ છે લાગણી !

વીંટી વગરની આંગળી લઈને

જવું તો જવું ક્યાં?

કોઈ પણ યુગનો હોય

દુષ્યંત તો આખરે

પ્રમાણ માગે !


૩.

એકાદ  સંબંધ તો

પાંખો ફફડાવી ઊઠશે

ને ફિનિક્સ પંખીની વાયકા

સાચી પડશેની આશામાં !

હું મારી છાતીમાં

ધરબી બેઠો છું:

બળીજળી ગયેલા

કેટલાય સંબંધોની

રાખના ઢગલા !


( વજેસિંહ પારગી )

5 thoughts on “ત્રણ લઘુકાવ્યો

  1. નાની રચનાઓ ઘણી મજાની હોય છે.વાંચેલી એક રજુ કરું છું.

    આખા આકાશનો ફોટો લઇ,
    દરિઓ ડૂબી ગયો પરપોટો થઇ.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.