કહે પછી શું ગાવું?

ખળખળ વ્હેતા જળની વચ્ચે ના સહેજેય ભીંજાવું?
કહે પછી શું ગાવું?
ભીતર ઊછળે સાત સમંદર ને પથ્થર થઈ જાવું?
કહે પછી શું ગાવું?

આ ફૂલોના દેશ વચાળે ઓછું એમ જવાશે?
આ મ્હેકનાં મોજાંઓમાં ઓછું એમ તરાશે?
પતંગિયાનો વેશ હોય ને રંગે ના રંગાવું?
કહે પછી શું ગાવું?

જીવનનું અણમોલ ગીત કંઈ ઓછું એમ ગૂંથાશે?
ઝબકારા યે ફરી ફરી કંઈ ઓછા એમ જ થાશે?
મોતીનો અવતાર હોય ને ડરી ડરી વીંધાવું?
કહે પછી શું ગાવું?

ચહેરો દે પણ સ્મિત વિના કંઈ ઓછું એમ જ ચાલે?
હોઠ હોય ને ગીત વિના કંઈ ઓછું એમ જ ચાલે?
આંખ હોઈએ અને કહે તું સહેજે ના છલકાવું?
કહે પછી શું ગાવું?

( કૃષ્ણ દવે )

4 thoughts on “કહે પછી શું ગાવું?

 1. કહે પછી શું ગાવું?
  ભીતર ઊછળે સાત સમંદર ને પથ્થર થઈ જાવું?wah..wah bhitarni vaat kahi…..
  Heenaben hu thakavaanI nathI,tame pan thaksho nahi.

  Sapana

 2. MoTino awtaar hoi ne dari dari vindhavu
  “KAHE PACHI SHU GAAVU”!
  khubah umdaa ghazal pesh kari che,,,aamaj mokalta rahesho
  tamari sewa badal aabhar.

  Ch@ndr@

 3. કૃષ્ણની બંસીમાંથી જાણે સૂર ના રેલાતા હોય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.