જેમને મળવા અમે તત્પર હતા,
એમના હાથોમાં પણ પથ્થર હતા.
એમણે શોધ્યા કર્યું મુખપૃષ્ઠ પર,
પણ અમે તો ટેવવશ અસ્તર હતા.
એટલે કાપાની બદલે છાપ ઊપસી
આંગળી પર નહોર નહીં અક્ષર હતા.
એટલે તો કામ ના લાગ્યા કદી,
એમની પાસે ઘણા ઈશ્વર હતા.
નાનપણમાં કેટલા સધ્ધર હતા,
આપણી પાસે ઘણા ઢપ્પર હતા.
( હિતેન આનંદપરા )
જેમને મળવા અમે તત્પર હતા,
એમના હાથોમાં પણ પથ્થર હતા.
એટલે તો કામ ના લાગ્યા કદી,
એમની પાસે ઘણા ઈશ્વર હતા.
bahu saras..mazaa padi gayi
wah..Heenaben..tamaro khazano bharelo Che.
Sapana
Wah jemne malwa ame tatpar hata
Emna haathoma pan pathhar hata
“KHUBAJ SUNDAR REETE PRASTUT KAREL CHHE
BAHUJ GAMYU”
cH@NDR@