મને અંધારે ઘેલી કરી
બારણું ખોલું તો પણે ફળિયામાં ઊંઘેલું,
અંધારું મૂકે છે દોટ,
અંધારા ઓરડામાં એકલી રહું તો, મને
લોકો ગણે છે સાવ ભોટ
મેં તો અંધારું ચૂમ્યું જરી
મને અંધારે ઘેલી કરી.
તારાના ચમકારે ફાળ પડે સોંસરવી
ચાંદો નીકળે ને તાપ લાગે
મારે મન સૂરજ તો પારકો પુરુષ, એનું
મોઢું જોયાનું પાપ લાગે
હું તો કાળપને મનથી વરી
મને અંધારે ઘેલી કરી.
અજવાળાં બજવાળાં માર્યાં ફરે રે, ભઈ !
અજવાળું કોણ? શું? શાનું?
અંધારું હોય ગેરહાજર એ ઘટનાને
અજવાળું ગણી લો તો માનું
છે અંધારું તેજની ધરી
મને અંધારે ઘેલી કરી.
( સ્નેહી પરમાર )
Nice one.
Sapana
andharu hoy gerhaajar e ghatnane
ajwadu gaNi lo to manu
khubaj sundar..
Ch@ndr@