દરિયો

આ ફીણ ફીણ દરિયો;
જાણે અફીણ દરિયો !

સહેજેય નીંદરા ક્યાં?
લાચાર, ક્ષીણ દરિયો !

બ્રહ્માંડ પાસ ટીપું;
છે સાવ મીણ દરિયો !

લૈ લો બધાંય આંસુ;
તો ખીણ ખીણ દરિયો !

અણજંપ છે સપાટી;
ભીતરનું મીણ દરિયો !

માછણ-લલાટ કોરે;
કરપીણ હીણ દરિયો !

પૂછો-કહે જો મત્સ્યો
કેવો પ્રવીણ દરિયો?

( ગિરીશ ભટ્ટ )

5 thoughts on “દરિયો

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.