આપણો સંબંધ Sep9 આપણો સંબંધ કોના જેવો ફૂલ અને ફોરમ જેવો તો નહીં જ. કદાચ ફૂલ અને ઝાકળ જેવો. આપણો સંબંધ ખડક અને પાણી જેવો કદાચ મૌન અને વાણી જેવો. આપણો સંબંધ આપણા જેવો. કોઈના જેવો નહીં. આપણો સંબંધ બંધ પરબીડિયા જેવો જેમાં હોય છે એક કદીયે ન લખાયેલો કેવળ કોરો કાગળ – આપણો સંબંધ. ( સુરેશ દલાલ )
એક કદીયે ન લખાયેલો
કેવળ કોરો કાગળ
– આપણો સંબંધ.
bahu j saras aa SANMANDH
wah.bahu saras achandas.
Sapana
saras rachna