…નથી

કોઈ સંબંધ, કોઈ સગપણ આપણી વચ્ચે નથી,
આમ શરમાવાનું કોઈ કારણ આપણી વચ્ચે નથી.

આપણે ઊંટો પલાણીને જવું છે ક્યાં હવે?
ક્યાંય ખોબા જેવડું રણ આપણી વચ્ચે નથી.

શ્વાસ પણ લેવા ન પામે આ અબોલા આપણા,
મૌન તૂટે એવી મૂંઝવણ આપણી વચ્ચે નથી.

આ અડોઅડ એકસાથે બેસવાનો અર્થ શો?
કોઈ વસ્તુ વેરણછેરણ આપણી વચ્ચે નથી.

મિત્રતા તો આપણી વચ્ચે હતી, છે ને હશે,
માત્ર ‘હુંપદ’નું નિવારણ આપણી વચ્ચે નથી.

આપણે માટે કહીએ કોઈને ખોટુંખરું,
આયનાનું ધારાધોરણ આપણી વચ્ચે નથી.

મારું ના હોવું ખટકશે, કોક દિ’ કહેશે કોઈ,
આજ તો ધનતેજવી આપણી વચ્ચે નથી.

( ખલીલ ધનતેજવી )

6 thoughts on “…નથી

 1. કોઈ સંબંધ, કોઈ સગપણ આપણી વચ્ચે નથી,
  આમ શરમાવાનું કોઈ કારણ આપણી વચ્ચે નથી.

  khazananu ek moti.

  Sapana

 2. મારું ના હોવું ખટકશે, કોક દિ’ કહેશે કોઈ,
  આજ તો ધનતેજવી આપણી વચ્ચે નથી. = વાહ! સરસ.

 3. હીનાબેન આપે સુંદર ગઝલ મૂકી ,
  આમ શરમાવાનું કારણ આપણી વચ્ચે નથી…
  કોઈ શબ્દ વધારાનો છે
  આપણે માટે કહીએ કોઈને ખોટુંખરું,
  આયનાનું ધારાધોરણ આપણી વચ્ચે નથી.

 4. હીનાબેન, સુંદર ગઝલ ,

  આપણે માટે કહીએ કોઈને ખોટુંખરું,
  આયનાનું ધારાધોરણ આપણી વચ્ચે નથી.

  Hemant Vaidya

 5. maaru na hovu “khatakshe”, kok di’kaheshe koi
  aaj to dhantejvi aapani vache nathi
  HEENABEN BAHUJ SUNDAR GAZAL PIRSI CHE…

  Ch@ndr@

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.