પ્રશ્નાયન

હું અહીં તમને સ્મરું

અને ત્યાં તમને

હેડકી ચઢે છે શ્રીજી?


હું અહીં બે અક્ષર પાડું

અને ત્યાં તમને

કવિતા જડે છે શ્રીજી?


હું અહીં એકાકી, અસ્વસ્થ

અણઉકેલ્યો, વલોવાઉં

અનર્ગળ આંસુઓથી ઠલવાઉં

અને ત્યાં તમને

ઉઝરડા પડે છે શ્રીજી?


હું અહીં સામવેદની ઋચાઓ સાથે

ગોઠડી બાંધી સ્વરો આલાપું

અને ત્યાં તમને

અંદરથી ઊલટ આવે છે શ્રીજી?


હું અહીં પ્રશ્ન સરિતમાં

સતત વહેતો રહું

ત્યાં તમને

એકેય ઉત્તર જડે છે શ્રીજી?


હું અહીં

સમયના કવચમાં ભીંસાતો રહું,

રહેંસાતો રહું,

શેકાતો રહું,

અને ત્યાં તમને

આમાંનું કશું નડે છે શ્રીજી?


( સુરેન ઠાકર ‘મેહુલ’ )

2 thoughts on “પ્રશ્નાયન

  1. suren takar, kailas pandit,shobhit desai ane hum, amari mumbaimaa khaasi uthbeth hati 1974 pachi. surenbhai school teacher hata,kandiwali borivali vistarmaa, hum santacruz maa raheto hoto.
    tame a kaavya muki juni yaado ukhedi…nice, thank you.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.