ધાર તો અંધાર જેવું કૈં નથી;
જા પ્રવેશી દ્વાર જેવું કૈં નથી.
થાય દુ:ખી તુંય તે હાથે કરી;
કોઈના પ્રહાર જેવું કૈં નથી.
આમ શંકાશીલ તું શાને બને?
દોરડી છે સાપ જેવું કૈં નથી.
બહાર નીકળી ખોલી બારી બારણાં,
આ હવામાં ભાર જેવું કૈં નથી.
જીવવાની રીતે જીવી જાણ તું;
માન તો અપરાધ જેવું કૈં નથી.
લોહી છાંટીનેય ભડકો શું કરે?
આપણે તકરાર જેવું કૈં નથી.
( ફિલિપ ક્લાર્ક )
આમ શંકાશીલ તું શાને બને?
દોરડી છે સાપ જેવું કૈં નથી.:)
I like it.
Sapana
Nice.
ધારવું…અને મનના ડર,ભય,શંકા, એ આપણે સર્જેલા અપણા માટેના કલ્પિત ખયાલો…નાં જાળાંમાં અટવાઈને પરેશાન થઇ અસ્વસ્થ થતા હોઈએ છીએ . શાંતિથી એકધ્યાન થઇ તટસ્થ થઇ વિચારીને ચિંતન પછી કવચિત એટલું સમજાતું લાગે કે…” સ્વ”ની જ સર્જત બધી !
મૂળ, આપણે આપણું યુદ્ધ આપણી સાથે જ લડવાનું હોય છે…એક ટાંકવાનું મન થાય છે:
” બધ્ધુજ અનુકૂળ મને
એક હુંજ પ્રતિકૂળ મને!” [અજ્ઞાત]
લા’કાન્ત / ૧૩-૯-૧૨