થઈ જવું ચોધાર, અનરાધાર, એવું સ્થળ મળે તો
પથ્થરોની પાર, પેલી પાર, ટીપું જળ મળે તો
ઝાડ અથવા પહાડ નહિ પણ છે તમન્ના કે ઉપાડું
એક કીડીના સ્વપનનો, ભાર થોડું બળ મળે તો
આ નથી વરસાદ, ઉપનિષદ બધાં વરસી પડ્યાં છે
મર્મ નિતારી જુઓ, નિતાર જો નિર્મળ મળે તો
એ જ નાટક, એ જ પડદો, એ જ વૃક્ષો, એ નદી છે
રાહ જોઉં-ચીતરેલાં નીર ખળ-ખળ-ખળ મળે તો
થઈ જશે નિર્ભ્રાંત ચૌદેચૌદ ભુવન એક પળમાં
જો મળે ગેબી, ગહન ગુફા અને ઝળહળ મળે તો
( સુરેન્દ્ર કડિયા )
ej naatak, ek pada-do, ej vruxo, e nadi chhe
raah jou chitarelaa-neer khad khad khad male to
Ch@ndr@