મનમાં છે પાનખર

મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.
શિખરની ટોચ પર ઊભીને સ્થિર હું રેશમી હવાની જેમ ફરતી રહું.

છૂટેલા તીર જેવી મારી ગતિ
એને રોકીને વળી વળશે પણ શું?
ક્યાંયે નહીં કોઈથી ક્યારેય બંધાઉં નહીં
મને કોઈનો તે મોહપાશ વળગશે પણ શું?

ઊછળી ઊછળીને શમતા તરંગમાં માછલીની જેમ હું તો તરતી રહું.
મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.

છત કે અછત હોય કે સ્થિતિ કે ગતિ હોય:
પણ મારો પોતાનો અજાણ્યો છે દ્વીપ
મારામાં રોજ રોજ મોતી બંધાય છે
એવી છે મારી એક છાનેરી છીપ

પળેપળ રાખું કુંવારી છતાંયે રોજ રોજ તને તો હું પરણતી રહું.
મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.

( સુરેશ દલાલ )

3 thoughts on “મનમાં છે પાનખર

 1. મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.Beginning is very good.
  sunder geet.
  Sapana

 2. પળેપળ રાખું કુંવારી છતાંયે રોજ રોજ તને તો હું પરણતી રહું.
  મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.

  really great!!!!
  & nice blog
  vasudha

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.