ઊંઘમાં પોઢી જતાં પહેલાં

[audio:http://heenaparekh.com/wp-content/uploads/2010/07/10-Track-10.mp3]

આજે રાતે, ઊંઘમાં પોઢી જતાં પહેલાં

મને મારા એ સેંકડો બાંધવો યાદ આવે છે,

જેમની આંખમાં ઊંઘ નથી;

જિંદગીએ જેમને લોહિયાળ ઘાવ કર્યા છે,

સમાજના દ્વેષ અને સંકુચિતતાથી જેમના

હ્રદયમાં ચીરા પડ્યા છે,

જેમનો તેમનાં પ્રિયજનોએ જ દ્રોહ કર્યો છે,

સમગ્ર ચાહનાથી ઈચ્છેલી વસ્તુને પામવામાં જેઓ

નિષ્ફળ ગયા છે,

જેમના પ્રેમને પ્રતિસાદ મળ્યો નથી,

યાત્રાની અધવચ્ચે જેમણે પોતાના સાથીને ગુમાવ્યા છે

જેમની શક્તિઓને સાર્થક થવાની તક મળી નથી

જેમના કાર્યની મહત્તાનું ક્યારેય મૂલ્ય અંકાતું નથી,

પોતાના કાર્ય માટે જેમને આભાર કે પ્રશંસાના બે

શબ્દો સાંભળવા મળતા નથી,

હ્રદયની વાત કરી શકાય, એવા જેમને મિત્રો નથી

જેઓ હંમેશા થાકેલા, વિષાદથી ભરેલા હોય છે,

જેમના ઉમદા ભાવોની કોઈ કદર થતી નથી,

જેઓ ઘણી મહેનત કરે છે ને ઓછું વળતર પામે છે

આ બધા બાંધવો માટે

આજે મારું હ્રદય પ્રેમ અને પ્રાર્થનામાં વહી જાય છે

પ્રભુ,

એમના દુ:ખમાં એમને આશ્વાસન આપો

એમને હિંમત અને માર્ગદર્શન આપો

ઉલ્લાસ અને પ્રોત્સાહન આપો

શક્તિ, આનંદ અને પ્રેમ આપો

બધાં બારણાં બંધ હોય ત્યારે,

તેમાંના કોઈક બારણાની પાછળ તમે આવી ઊભેલા છો,

એવી તેમને પ્રતીતિ આપો;

જેથી તેઓ ગમે તેવો કાંટાળો માર્ગ પણ

એવા વિશ્વાસ સાથે પસાર કરી જઈ શકે

કે માર્ગને કોઈક વળાંકે

તમારા અનંત સામર્થ્યયુક્ત બાહુ

તેમને બધી પીડામાંથી ઉપર ઊંચકી લેવા તત્પર છે.

(“પરમ સમીપે” – સંપાદન: કુન્દનિકા કાપડીઆ, ઉદ્દગાર : અંકિત ત્રિવેદી)

Share this

62 replies on “ઊંઘમાં પોઢી જતાં પહેલાં”

    • Madam, kavita khubaj sars che. pan mane aap gujarat na tamam frvana sthal ane mandironi jankari utube ma mali shakshe?

    • Madam, kavita khubaj sars che. pan mane aap gujarat na tamam frvana sthal ane mandironi jankari utube ma mali shakshe?

  1. પરમ સમીપે મારાં પ્રિય પુસ્તકોમાંનું એક છે. સુંદર પસંદગી … બ્લોગનું સાઈટમાં રૂપાંતર મુબારક. સુંદર થીમ પસંદ કર્યો છે. ખુબ ખુબ શુભેચ્છાઓ.

  2. પરમ સમીપે મારાં પ્રિય પુસ્તકોમાંનું એક છે. સુંદર પસંદગી … બ્લોગનું સાઈટમાં રૂપાંતર મુબારક. સુંદર થીમ પસંદ કર્યો છે. ખુબ ખુબ શુભેચ્છાઓ.

  3. aaj ghana waqkt thi tamari post aavi
    anero aanand anubhatyo che
    TAMARA NAWA BLOG MANTE DHANYAVAD.

    Chandra.

  4. aaj ghana waqkt thi tamari post aavi
    anero aanand anubhatyo che
    TAMARA NAWA BLOG MANTE DHANYAVAD.

    Chandra.

  5. નવા બ્લોગ માટે શુભેચ્છા..તમારાં બ્લોગમા હમેશા સરસ કવિતાઓ હોય છે આ કવિતાનુ પઠન સરસ હતું.મળતા રહીશુ..શબ્દોના સથવારે
    સપના

  6. નવા બ્લોગ માટે શુભેચ્છા..તમારાં બ્લોગમા હમેશા સરસ કવિતાઓ હોય છે આ કવિતાનુ પઠન સરસ હતું.મળતા રહીશુ..શબ્દોના સથવારે
    સપના

  7. Dear Heenaben,

    My hearty congrates on your new own blog.

    The Prayer by Smt. Kundanikaji is exellent and the narretion by Shri. Ankitbhai is most heart touching. Those who are confused in lifegets a new dilouge with GOD. Thanks and wish U all the best,always.

    kaushik

  8. Dear Heenaben,

  9. બ્લોગથી સાઈટ્ના રુપાંતરણ માટે અભિનંદન..આપ જે હેત્વાર્થે અહી જે કઈ પ્રવ્રુત્તિ કરશો તે પ્રેરક બની રહેશે એ જ આશા સાથે આપને શુભેચ્છાઓ.
    કુંદનિકા કાપડીઆની અન્કિતના સ્વરે પ્રાર્થના સાંભળી..

  10. બ્લોગથી સાઈટ્ના રુપાંતરણ માટે અભિનંદન..આપ જે હેત્વાર્થે અહી જે કઈ પ્રવ્રુત્તિ કરશો તે પ્રેરક બની રહેશે એ જ આશા સાથે આપને શુભેચ્છાઓ.
    કુંદનિકા કાપડીઆની અન્કિતના સ્વરે પ્રાર્થના સાંભળી..

  11. સુન્દર પ્રાર્થનાથી બીજા સ્પેલનુ સ્વાગત છે.
    સુન્દર- સુન્દર પીરસ્યા કરશો તેવી લાગણી-માગણી છે.

  12. સુન્દર પ્રાર્થનાથી બીજા સ્પેલનુ સ્વાગત છે.
    સુન્દર- સુન્દર પીરસ્યા કરશો તેવી લાગણી-માગણી છે.

  13. હીનાબેન

    શુભેચ્છા નવી સાઇટ માટે.

    સુધીર શાહ ના વંદન

  14. હીનાબેન

    શુભેચ્છા નવી સાઇટ માટે.

    સુધીર શાહ ના વંદન

  15. આદરણીય સુશ્રી હિનાબહેન,

    અભિનંદન,

    ગુજરાતી સાહિત્યમાં આપનાં શુભ કદમની છાપ, આજ રીતે અમીટ થઈ રહે, તેવી ઈશ્વર પ્રાર્થનાસહ, ખરા હ્યદયથી શુભેચ્છા.

    ઘન્યવાદ અને આભાર.

    માર્કંડ દવે.

  16. આદરણીય સુશ્રી હિનાબહેન,

    અભિનંદન,

    ગુજરાતી સાહિત્યમાં આપનાં શુભ કદમની છાપ, આજ રીતે અમીટ થઈ રહે, તેવી ઈશ્વર પ્રાર્થનાસહ, ખરા હ્યદયથી શુભેચ્છા.

    ઘન્યવાદ અને આભાર.

    માર્કંડ દવે.

  17. શ્રી હિનાબહેન,

    નવી સાઈટમાં રૂપાંતર બદલ અભિનંદન. કુંદનિકાબહેન કાપડીયાની હ્રદયને વલોવી દે તેવી પ્રાર્થના છે. હું માનું છુ કે ભગવાન ક્યારેય કોઈને ઓછું કે વધારે આપતો નથી હોતો માત્ર આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કે તે સહુ આવા માનસીક અને કાલ્પનીક પીડાના ભોગ બનનારાઓને સાચી સમજણ આપે.

  18. શ્રી હિનાબહેન,

  19. heenaji

    my blessings to you for your dream coming true!
    when intensity is brought to emotions ,backed up by a vision, it is bound to take a shape !

    swami avadhootananda fromUSA

  20. heenaji

    my blessings to you for your dream coming true!
    when intensity is brought to emotions ,backed up by a vision, it is bound to take a shape !

    swami avadhootananda fromUSA

  21. Dear Heena,

    Many Many Congratulation for coming back with new Gujarati Sahitaya material.

    all the best and thanks for sharing with me.

    Nehal

  22. Dear Heena,

    Many Many Congratulation for coming back with new Gujarati Sahitaya material.

    all the best and thanks for sharing with me.

    Nehal

  23. પ્રિય હીનામા;
    પ્રેમ;
    બ્લોગના વેબસાઈટમા રુપાંતર માટે અભિનંદન અને શુભેચ્છાઓ. આપ ખૂબ સુંદર રચનાઓ શોધી શોધીને વાચક મિત્રોને પીરસી રહ્યા છો તે બદલ વાચકો અનુગ્રહિત છે. આપનુ અંતર આકાશ વધુ ને વધુ નિરભ્ર બને અને સૌંદર્યને પારખવાની પ્રભુ આપને શક્તિ અને સામર્થ્ય આપે તેવી પ્રાર્થના.
    જોકે આપણી પ્રાર્થનાઓ મોટાભાગે ભીખ અને શીખ આધારિત જ હોય છે. પરમાત્માને પણ શીખામણ આપતાં હોઈ છીએ કે હે! પ્રભુ, તૂ આમ કર ને તેમ કર. છતાં જ્યારે પ્રાર્થના દમીત અને પીડીત માટે દ્ર્વી ઉઠેલ હૃદયમાંથી ઉઠતી હોય છે ત્યારે તેમાંથી એક સુગંધ ઉઠે છે અને જે સુગંધ કુન્દનિકાબેનની પ્રાર્થનામાં ઝલકે છે. બીજાની પીડાઓને જે હૃદય અનુભવી શકે છે તે જ માનવીની ગણનામાં આવી શકે. બાકી તો માનવદેહમા રહેલા પશુ જ છે.
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ

  24. પ્રિય હીનામા;

  25. Dear Heena
    Today I saw you blog and happy to see you and read about you.I wish you best luck for your new journey.

    Parag

  26. Dear Heena
    Today I saw you blog and happy to see you and read about you.I wish you best luck for your new journey.

    Parag

  27. heenaben tamaru and maru nam same j che khub j aabhinandan aap na blog mate ana thi pan vadhare sari prathna and sundar lekho aapo aevi subhecha

  28. heenaben tamaru and maru nam same j che khub j aabhinandan aap na blog mate ana thi pan vadhare sari prathna and sundar lekho aapo aevi subhecha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.