ઊંઘમાં પોઢી જતાં પહેલાં

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/07/10-Track-10.mp3%5D

આજે રાતે, ઊંઘમાં પોઢી જતાં પહેલાં

મને મારા એ સેંકડો બાંધવો યાદ આવે છે,

જેમની આંખમાં ઊંઘ નથી;

જિંદગીએ જેમને લોહિયાળ ઘાવ કર્યા છે,

સમાજના દ્વેષ અને સંકુચિતતાથી જેમના

હ્રદયમાં ચીરા પડ્યા છે,

જેમનો તેમનાં પ્રિયજનોએ જ દ્રોહ કર્યો છે,

સમગ્ર ચાહનાથી ઈચ્છેલી વસ્તુને પામવામાં જેઓ

નિષ્ફળ ગયા છે,

જેમના પ્રેમને પ્રતિસાદ મળ્યો નથી,

યાત્રાની અધવચ્ચે જેમણે પોતાના સાથીને ગુમાવ્યા છે

જેમની શક્તિઓને સાર્થક થવાની તક મળી નથી

જેમના કાર્યની મહત્તાનું ક્યારેય મૂલ્ય અંકાતું નથી,

પોતાના કાર્ય માટે જેમને આભાર કે પ્રશંસાના બે

શબ્દો સાંભળવા મળતા નથી,

હ્રદયની વાત કરી શકાય, એવા જેમને મિત્રો નથી

જેઓ હંમેશા થાકેલા, વિષાદથી ભરેલા હોય છે,

જેમના ઉમદા ભાવોની કોઈ કદર થતી નથી,

જેઓ ઘણી મહેનત કરે છે ને ઓછું વળતર પામે છે

આ બધા બાંધવો માટે

આજે મારું હ્રદય પ્રેમ અને પ્રાર્થનામાં વહી જાય છે

પ્રભુ,

એમના દુ:ખમાં એમને આશ્વાસન આપો

એમને હિંમત અને માર્ગદર્શન આપો

ઉલ્લાસ અને પ્રોત્સાહન આપો

શક્તિ, આનંદ અને પ્રેમ આપો

બધાં બારણાં બંધ હોય ત્યારે,

તેમાંના કોઈક બારણાની પાછળ તમે આવી ઊભેલા છો,

એવી તેમને પ્રતીતિ આપો;

જેથી તેઓ ગમે તેવો કાંટાળો માર્ગ પણ

એવા વિશ્વાસ સાથે પસાર કરી જઈ શકે

કે માર્ગને કોઈક વળાંકે

તમારા અનંત સામર્થ્યયુક્ત બાહુ

તેમને બધી પીડામાંથી ઉપર ઊંચકી લેવા તત્પર છે.

(“પરમ સમીપે” – સંપાદન: કુન્દનિકા કાપડીઆ, ઉદ્દગાર : અંકિત ત્રિવેદી)

62 thoughts on “ઊંઘમાં પોઢી જતાં પહેલાં

  1. પ્રિય હીનામા;
    પ્રેમ;
    બ્લોગના વેબસાઈટમા રુપાંતર માટે અભિનંદન અને શુભેચ્છાઓ. આપ ખૂબ સુંદર રચનાઓ શોધી શોધીને વાચક મિત્રોને પીરસી રહ્યા છો તે બદલ વાચકો અનુગ્રહિત છે. આપનુ અંતર આકાશ વધુ ને વધુ નિરભ્ર બને અને સૌંદર્યને પારખવાની પ્રભુ આપને શક્તિ અને સામર્થ્ય આપે તેવી પ્રાર્થના.
    જોકે આપણી પ્રાર્થનાઓ મોટાભાગે ભીખ અને શીખ આધારિત જ હોય છે. પરમાત્માને પણ શીખામણ આપતાં હોઈ છીએ કે હે! પ્રભુ, તૂ આમ કર ને તેમ કર. છતાં જ્યારે પ્રાર્થના દમીત અને પીડીત માટે દ્ર્વી ઉઠેલ હૃદયમાંથી ઉઠતી હોય છે ત્યારે તેમાંથી એક સુગંધ ઉઠે છે અને જે સુગંધ કુન્દનિકાબેનની પ્રાર્થનામાં ઝલકે છે. બીજાની પીડાઓને જે હૃદય અનુભવી શકે છે તે જ માનવીની ગણનામાં આવી શકે. બાકી તો માનવદેહમા રહેલા પશુ જ છે.
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ

    Like

  2. પ્રિય હીનામા;

  3. heenaben tamaru and maru nam same j che khub j aabhinandan aap na blog mate ana thi pan vadhare sari prathna and sundar lekho aapo aevi subhecha

    Like

  4. heenaben tamaru and maru nam same j che khub j aabhinandan aap na blog mate ana thi pan vadhare sari prathna and sundar lekho aapo aevi subhecha

    Like

Leave a reply to pratap balani Cancel reply