બહાર ના શોધે-સુધીર પટેલ

બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ !

એમ બસ આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ !

આપણે ડૂબી ગયા ને એ તરે છે એટલે,

વિષયોનો ના કશોયે બોજ રાખે, પાનબાઈ !

જ્યાં તમે ને હું પડી ગ્યાં ત્યાં જ ઊભા એય પણ,

દ્રઢ નિશ્ચયની અડીખમ ફોજ રાખે, પાનબાઈ !

વેણ કૈં ગંગાસતી બોલે નહીં વારંવાર,

ટેક લીધી એક દી તે રોજ રાખે, પાનબાઈ !

ફક્ત દીવાથી નહીં ફેલાય અજવાળું ‘સુધીર’,

વેણ બોલી ઊજળાં કૈં ઓજ રાખે, પાનબાઈ !

(સુધીર પટેલ)

8 thoughts on “બહાર ના શોધે-સુધીર પટેલ

  1. ખૂબ સુંદર વેબસાઈટ, અભિનંદન…

    આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ !!, વાહ, વાહ

    અટકી ગયેલી ધારાઓ ફરી ઝરણાં અને નદીઓ થઈને વહે તેવી શુભકામનાઓ.

    Like

  2. ખૂબ સુંદર વેબસાઈટ, અભિનંદન…

    આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ !!, વાહ, વાહ

    અટકી ગયેલી ધારાઓ ફરી ઝરણાં અને નદીઓ થઈને વહે તેવી શુભકામનાઓ.

    Like

  3. બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે પાનબાઈ !…

    સરસ રચના, ગંગાસતી ના ભજનો પણ આવાજ ઉત્તમ સાંભળેલ છે… જેના માર્મિક અર્થ ભરેલા હોઈ …

    અભિનંદન…

    Like

  4. બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે પાનબાઈ !…

    સરસ રચના, ગંગાસતી ના ભજનો પણ આવાજ ઉત્તમ સાંભળેલ છે… જેના માર્મિક અર્થ ભરેલા હોઈ …

    અભિનંદન…

    Like

Leave a comment