ધ્યાન હતું

બેઉ દુનિયાનું ત્યાં જ ધ્યાન હતું,

જે તરફ એમનું મકાન હતું.

.

શહેર આખામાં એ જ ચર્ચા છે,

ક્યાં હતું તીર-ક્યાં નિશાન હતું !

.

લોકના માટે સાદું વાક્ય હશે,

મારા માટે તો સંવિધાન હતું..

.

જે કરી જાણે માત્ર છબછબિયાં,

એમના હાથમાં સુકાન હતું.

.

સ્વપ્ન ઈચ્છે છે મોકળાશ અને,

આંખથી નાનું આસમાન હતું.

.

વાણીની શી હતી જરૂર ‘સાહિલ’

મૌન ખુદ બોલતું બયાન હતું.

.

( સાહિલ )

Share this

2 replies on “ધ્યાન હતું”

  1. લોકોના માટે સાદું વાક્ય હશે,
    મારા માટે તો સંવિધાન હતું … ક્યા બાત હૈ …બહોત ખૂબ.

  2. લોકોના માટે સાદું વાક્ય હશે,
    મારા માટે તો સંવિધાન હતું … ક્યા બાત હૈ …બહોત ખૂબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.