થાશે તમસ પસાર જરા વાર લાગશે,
સંધ્યા, નિશા, સવાર જરા વાર લાગશે.
.
દિલમાં ધરો યકીન ન માયુસ બનો કદી,
મળશે મદદ અપાર જરા વાર લાગશે.
.
હો ભાવનો પ્રદેશ પહોંચી જજે તરત,
કર પ્રેમનો પ્રચાર જરા વાર લાગશે.
.
અંધેર તો નથી જ હશે દેર શક્ય છે,
કાને ધરે પુકાર જરા વાર લાગશે.
.
જાશે હટી તમામ પડળ આંખ પર પડ્યાં,
કરજે પછી જુહાર જરા વાર લાગશે.
.
થાશે શરૂ વસંત અને પાનખર જશે,
ને આવશે નિખાર જરા વાર લાગશે.
.
( આબિદ ભટ્ટ )
Pingback: Tweets that mention જરા વાર લાગશે – મોરપીંછ -- Topsy.com
જનાબ આબિદ ભટ્ટની, સરસ વિષયોને આવરી લેતી ગઝલ.
અંધેર તો નથી જ હશે દેર શક્ય છે
કાને ધરે પુકાર,જરા વાર લાગશે….આ શેર વધારે ગમ્યો.
અભિનંદન.
good
આબિદ ભટ્ટ્ની સુદર ગઝલ વાચવા મળી..આભાર
aabed bhatt ne sundar ghazal game aabhar