ડગમગાવી જાય

એક પળ એવી અકળ ક્યારેક આવી જાય,

જે અચળ શ્રદ્ધાશિખરને ડગમગાવી જાય.

.

કર્મ ને પુરુષાર્થની વાતો નિરર્થક સાવ,

ભાગ્ય જેને સાથ દે છે એ જ ફાવી જાય.

.

જ્યોત ફરતે હાથનાં રાખો રખોપાં તોય,

સહેજ સરખી લહેરખી દીપક બુઝાવી જાય.

.

ક્ષણ જીવી છો ને રહી, પણ શી રીતે સહેવાય,

જિંદગીને જે વ્યથા પળમાં જ તાવી જાય.

.

માનવી કઠપૂતળી ને આ જગત છે મંચ

કોણ નેપથ્યે રહી સૌને નચાવી જાય !

.

ના ફળે જે ઝંખના ‘બેજાન’ સમણામાંય,

બીજ એનું આંખમાં આ કોણ વાવી જાય !

.

( બેજાન બહાદરપુરી )

Share this

10 replies on “ડગમગાવી જાય”

 1. heena med, plz mari dikri na lagna chhe ane ane evi kaik gift aapva mangu chhu jema shikhman pan hoy maro prm ane lad pan hoy ane bane kul ne deepave avi shikh pan hoy to su tame mane avi koi kavita ke patra lakhi ne mokli shako khara.

 2. heena med, plz mari dikri na lagna chhe ane ane evi kaik gift aapva mangu chhu jema shikhman pan hoy maro prm ane lad pan hoy ane bane kul ne deepave avi shikh pan hoy to su tame mane avi koi kavita ke patra lakhi ne mokli shako khara.

 3. માનવી કઠપુતળી, આ જગત છે મંચ..
  આ શે’ર બહુંજ ગમ્યો..આખી ગઝલ સુદર છે.

 4. માનવી કઠપુતળી, આ જગત છે મંચ..
  આ શે’ર બહુંજ ગમ્યો..આખી ગઝલ સુદર છે.

 5. “”જ્યોત ફરતે હાથના રાખો રખોપા તોય,
  સહેજ સરખી લહેરખી દિપક બુઝાવી જાય,””

  સરસ ગઝલ
  હેમન્ત્ વૈદ્ય

 6. “”જ્યોત ફરતે હાથના રાખો રખોપા તોય,
  સહેજ સરખી લહેરખી દિપક બુઝાવી જાય,””

  સરસ ગઝલ
  હેમન્ત્ વૈદ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.