જીવું છું હું

સીધી સાદી સમજણ વચ્ચે જીવું છું હું

જીવતરના એક વળગણ વચ્ચે જીવું છું હું

.

રોજ હું મારી જાતને એમાં જોતો રહું છું

એક મજાના દર્પણ વચ્ચે જીવું છું હું

.

મેલો-ઘેલો એટલે હું લાગું છું શાયદ

આપના પગની રજકણ વચ્ચે જીવું છું હું

.

ઉબડખાબડ રસ્તા વચ્ચે ચાલે ગાડું

ડગલે-પગલે અડચણ વચ્ચે જીવું છું હું

.

શબ્દોની છે ભીંત છાપરું શબ્દોના દરવાજા

શબ્દોના ઘર આંગણ વચ્ચે જીવું છું હું

.

રોજ કવિતા સપનામાં પણ મળવા આવે

એક મુલાયમ સગપણ વચ્ચે જીવું છું હું

.

પળ પળ ખ્યાલ હું રાખું છું આ તાલમેલનો

‘હમદમ’ ધારાધોરણ વચ્ચે જીવું છું હું

.

( તુરાબ ‘હમદમ’ )

4 thoughts on “જીવું છું હું

  1. તુરાબભાઈની ઘણિ સરસ ગઝલ!રોજ કવિતા સપનામા મળવા આવે..એ લાઇન ગમી ગઈ
    સપના

    Like

  2. તુરાબભાઈની ઘણિ સરસ ગઝલ!રોજ કવિતા સપનામા મળવા આવે..એ લાઇન ગમી ગઈ
    સપના

    Like

Leave a comment