કોણ આપશે ?

લયબદ્ધ વિસર્જનની વ્યથા કોણ આપશે ?

સર્જનના નામે એવી દશા કોણ આપશે ?

.

ચિક્કાર બસમાં પહેલાં ચડી જા તું અબઘડી,

વિચારજે પછી કે જગા કોણ આપશે.

.

મેં શું ગુનો કર્યો છે મને ખબર નથી,

છે એટલી ખબર કે સજા કોણ આપશે.

.

કળથી તેં બારણાં તો ઉઘાડી લીધાં છે પણ,

અંદર તને જવાની રજા કોણ આપશે ?

.

આ બોગદું કથનનું પૂરું થાય તે પછી,

મનમાં પ્રકાશવાની મજા કોણ આપશે ?

.

( અશરફ ડબાવાલા )

2 thoughts on “કોણ આપશે ?

  1. શ્રી અશરફભાઈની સરસ ગઝલ લાવ્યા હીનાબેન…
    બહુજ માર્મિક અને ચિક્કાર બસમાં પહેલા ચડી જવાના શેરમાં નવિન કલ્પન પણ ગમ્યું.
    અભિનંદન.

    Like

  2. શ્રી અશરફભાઈની સરસ ગઝલ લાવ્યા હીનાબેન…
    બહુજ માર્મિક અને ચિક્કાર બસમાં પહેલા ચડી જવાના શેરમાં નવિન કલ્પન પણ ગમ્યું.
    અભિનંદન.

    Like

Leave a comment