વણજારા

ઉતાર પોઠ, સાંઢણી ઝુકાવ, વણજારા !

હવે તો બસ કે આ છેલ્લો પડાવ, વણજારા !

.

કયા પડાવનો પીડે અભાવ, વણજારા !

હજી છે કેટલાં બાકી તળાવ, વણજારા !

.

કયા તે વણજારાને કરવી રાવ, વણજારા !

દીધો તેં વણજારા જેવો જ ઘાવ, વણજારા !

.

ગયાં ક્યાં તાંસળીભર્યા અમલ અને કેસર ?

બન્યો શું અંજળીઓમાં બનાવ, વણજારા ?

.

રહે ન સાંઢણી… ન રાવટી… ન તું કે હું…

દઈ તે આખરી કરપીણ ઘાવ, વણજારા !

.

ન મેંય શંખલાં આ પ્રાણમાં પરોવ્યાં હોત

ન હોત તારીમારી વચ્ચે વાવ, વણજારા !

.

( લલિત ત્રિવેદી )

6 thoughts on “વણજારા

  1. ડૉ.લલિત ત્રિવેદી મારા અંતરંગ મિત્ર રહ્યા છે,ઘણું શિખવ્યું છે એમની ગઝલોએ.
    એમની ગઝલોમાં આધ્યાત્મની અસર અને ગૂઢભાવ અભિવ્યક્ત થતો રહ્યો છે.
    પ્રસ્તુત ગઝલ પણ એ માંહેની એક લેખી શકાય એ દરજ્જાની ઉંચાઇ લઈને આવી છે.
    અભિનંદન.

    Like

  2. ડૉ.લલિત ત્રિવેદી મારા અંતરંગ મિત્ર રહ્યા છે,ઘણું શિખવ્યું છે એમની ગઝલોએ.
    એમની ગઝલોમાં આધ્યાત્મની અસર અને ગૂઢભાવ અભિવ્યક્ત થતો રહ્યો છે.
    પ્રસ્તુત ગઝલ પણ એ માંહેની એક લેખી શકાય એ દરજ્જાની ઉંચાઇ લઈને આવી છે.
    અભિનંદન.

    Like

  3. પહેલા ત્રણેય શેર ખૂબ જાનદાર. મઝા પડી ગઈ
    કયા પડાવનો પીડે અભાવ વણજારા
    હજી છે કેટલાં બાકી તળાવ વણજારા
    – કોઈ એક પડાવે અટકી જવું વણજારાને ક્યાંથી ગમે? અને અટકી જાય તો એ વણજારો ન કહેવાય. આ વણજારાને આત્માનું રૂપક ગણી લઈએ તો…(?)।

    Like

  4. પહેલા ત્રણેય શેર ખૂબ જાનદાર. મઝા પડી ગઈ
    કયા પડાવનો પીડે અભાવ વણજારા
    હજી છે કેટલાં બાકી તળાવ વણજારા
    – કોઈ એક પડાવે અટકી જવું વણજારાને ક્યાંથી ગમે? અને અટકી જાય તો એ વણજારો ન કહેવાય. આ વણજારાને આત્માનું રૂપક ગણી લઈએ તો…(?)।

    Like

Leave a comment