ચાડિયો Sep26 ખેતરમાં માણસ આકારનો ચાડિયો જ શા માટે . કોઈ શિકારી બાજ અથવા હિંસુ પશુની પ્રતિકૃતિ મૂકી શકાય . પણ માણસને ખબર છે કે આમ કરવાથી પંખીઓ ડરતાં નથી . તેઓ બાજની પાંખ નીચે બિલ્લીના પેટ ઉપર કે સિંહના મોંની બખોલમાં માળા બાંધશે દાણા ખાશે અને ખવરાવશે . માણસ અને ચાડિયા વચ્ચેનો ભેદ પંખીઓ પારખી શકતાં નથી . માણસ સાપ જેમ સરકે છે બિલ્લી જેમ લપાઈને છાપો મારે છે બાજની જેમ ચીલઝડપ કરે છે અને ચાડિયા જેમ સ્થિર થઈ ઊભો રહી જાય છે. . ( અરવિંદ ભટ્ટ )
this is really wsonderful poam.
સુંદર તર્ક અને એવીજ સુંદર રીત – માણસની કેટલીક ખાસ “આવડત”ને ઉઘાડી પાડી કવિએ..!!!
વાહ…!