કોને ખબર ?

એક પરપોટો પુન: પાણી થશે, કોને ખબર ?

આપણી પૃથ્વી ય ધૂળ ધાણી થશે, કોને ખબર ?

.

જાત ઓળખતાં જ અણજાણી થશે, કોને ખબર ?

શાહીના સ્પર્શે સહજ શાણી થશે, કોને ખબર ?

.

ઊડતા પંખીની પરછાંઈ જે પકડે જાળમાં

પારધી એ સતનો સહેલાણી થશે, કોને ખબર ?

.

આવી પહોંચી છે કોઈ ગંગા પ્રગટવાની ઘડી

કઈ ક્ષણે કથરોટ આ કાણી થશે, કોને ખબર ?

.

બહુરૂપી છે જિંદગી: ઝીંકાઈને એ ધણ થશે

પીલવાને એ તરત ધાણી થશે, કોને ખબર ?

.

કેટલાં વર્ષે મળ્યો મોકો તો મળીએ એમને

એ બહાને આજ ઉઘરાણી થશે, કોને ખબર ?

.

પાથરી બિસ્તર કબરનો શી રીતે સૂવું,-કહે ?

કે સલાહે, મિત્ર, સૂફિયાણી થશે, કોને ખબર ?

.

અવનવીન અર્થો લઈ સરતો સમય સંસારમાં

તે છતાં આ વિશ્વ જૂનવાણી થશે, કોને ખબર ?

.

સાચવી લો ઓસના ટીપાંનો ઈશ્વર આંખમાં

જો સરી જાશે તો સરવાણી થશે, કોને ખબર ?

.

( હરીશ મીનાશ્રુ )

4 thoughts on “કોને ખબર ?

  1. કોને ખબર જેવો ભરપૂર અને શક્યતાઓથી છલકતો રદિફ લઈ કવિએ સરસ અભિવ્યક્તિ વહાવી છે અહીં…
    કથરોટ કાણી થવાની વાત ગમી ગઈ.
    અભિનંદન.

    Like

  2. કોને ખબર જેવો ભરપૂર અને શક્યતાઓથી છલકતો રદિફ લઈ કવિએ સરસ અભિવ્યક્તિ વહાવી છે અહીં…
    કથરોટ કાણી થવાની વાત ગમી ગઈ.
    અભિનંદન.

    Like

Leave a comment