વિશ્વદર્શન

એક સાંજે-

સાત વર્ષના મારા દીકરાએ,

એના ખભા કરતાં લગભગ ડબલ સાઈઝની

સ્કૂલબેગ ખભેથી ઉતારતાં, મને પૂછ્યું-

મમ્મી ! તને ‘ફેઈસ રીડીંગ’ આવડે ?

હું જરા ચોંકી ગઈ…

પછી-સ્વસ્થ થઈ મેં પૂછ્યું

‘ફેઈસ રીડીંગ’ એટલે શું ?

એ બોલ્યો-

જો હું તને શીખવું.

હું એને એકીટશે જોતી રહી…

એ સડસડાટ બોલવા માંડ્યો,

આપણે જેની સાથે વાત કરતાં હોઈએ-

એનો ફેઈસ જોવાનો, એની આઈઝ જોવાની.

તેથી આપણને ખબર પડે કે-

તે આપણો ફ્રેન્ડ છે કે એનીમી ?

હું ચૂપચાપ એની ભોળી આંખો જોતી રહી.

મને એની ભોળી-કુતૂહલ આંખોમાં-

અનેક પ્રશ્નોના ખડકલા દેખાયા;

મને એ – ખીણમાં પ્રશ્નોનાં ઉત્તરો ખણતો અનુભવાયો

તો શું…

હું આ ઘટનાને ‘વિશ્વદર્શન’ કહી શકું ? !

.

( હિના મોદી )

Share this

8 replies on “વિશ્વદર્શન”

  1. ચોક્કસ કહી શકો…કનૈયાએ પણ એની આંખોમાં માતાને વિશ્વ-દર્શન કરાવેલું જ ને…

  2. ચોક્કસ કહી શકો…કનૈયાએ પણ એની આંખોમાં માતાને વિશ્વ-દર્શન કરાવેલું જ ને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.