રાબેતા મુજબ થાય છે

નાની અમથી વાતમાં સરહદ ચણાતી જાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

જાળ નજરોની બહુ લાંબે સુધી ફેલાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

શાંત પાણીમાંય હોડી ધમપછાડા ખાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

હર ક્ષણે પંખીની ખાલી આંખ ક્યાં વીંધાય છે !

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

વર્ષો પછી સંબંધનાં વસ્ત્રો ય સંકોચાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

જળ નથી ત્યાં જળ, ક્ષિતિજે લ્હેરાતું દેખાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

( હરિહર જોશી )

One thought on “રાબેતા મુજબ થાય છે

  1. બાકી બધુ રાબેતા મુજબ થાય છે..હરીહર જોશી ની સુદર વાત લઈને આવ્યા છો..આભાર.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.