ક્યાં હોય છે

આ અમરફળને અડકવાની તલપ ક્યાં હોય છે

આપણી જિજીવિષા એવી પ્રબળ ક્યાં હોય છે

.

મેં રમતમાં ને રમતમાં શબ્દ ઉછાળ્યો હતો

શોધવા નીકળી પડ્યો પણ જળકમળ ક્યાં હોય છે

.

જળમાં ઊંડે જઈને બસ એટલું જાણી શક્યા

માછલીને મન કશુંયે તળ અતળ ક્યાં હોય છે

.

પોતપોતાની પરકમા લઈને સહુ ઘૂમ્યા કરે

બેસવું ધૂણી ધખાવીને સરળ ક્યાં હોય છે

.

તારી ઝોળીમાં કયું ફળ છે હે બાવા ભરથરી

લાખ બાણું માળવાની પણ મમત ક્યાં હોય છે

.

( અરવિંદ ભટ્ટ )

6 thoughts on “ક્યાં હોય છે

  1. મત્લાના શે’ર ચોટ્દાર છે અને સાચીવાત છે કોને એવી પ્રબળ જીજિવિષા હોય છે?
    સપના

    Like

  2. મત્લાના શે’ર ચોટ્દાર છે અને સાચીવાત છે કોને એવી પ્રબળ જીજિવિષા હોય છે?
    સપના

    Like

Leave a comment