ન ખૂલેલાં બારણાંઓ દાનમાં દીધાં
જા તને સંભારણાંઓ દાનમાં દીધાં
.
વાયરાએ પાનખરની હાક પાડી તો
ડાળખીએ પાંદડાંઓ દાનમાં દીધાં
.
કમનસીબી એટલે શું ? એમ પૂછ્યું ત્યાં;
એમણે આ ઝાંઝવાંઓ દાનમાં દીધાં
.
બીજું તો પાસે હતું શું આપવા જેવું
દીકરીએ ડૂસકાંઓ દાનમાં દીધાં
.
જ્યાં જ્યાં મારી વેદના પહોંચી હતી ત્યાં ત્યાં
મેં ગઝલના દીવડાઓ દાનમાં દીધાં
.
( દિનેશ કાનાણી )
સુંદર રચના !
આભાર !
http://das.desais.net
સુંદર રચના !
આભાર !
http://das.desais.net
બહુ જ સરસ રચના. કવિ તેમજ સંપાદક બંનેને ધન્યવાદ.
બહુ જ સરસ રચના. કવિ તેમજ સંપાદક બંનેને ધન્યવાદ.
સરસ રચના.
સરસ રચના.
સરસ રચના
સરસ રચના
સરસ રદિફ અને સફળ માવજતે સુંદર ગઝલ આપી…
-અભિનંદન.
સરસ રદિફ અને સફળ માવજતે સુંદર ગઝલ આપી…
-અભિનંદન.