કારણ એક જ

રોજ ઊઠીને એ જ ફરીથી દળવાનું

મળવાનું, છુટ્ટા પડવાનું, મળવાનું

.

સુખ નામે એક સ્વપ્ન ગલોફામાં રાખી

ધીરે ધીરે એને ખૂબ ચગળવાનું

.

એક તણખલું છું, કેવળ ક્યાં મેરું છું ?

ગમે તેમ ને ગમે તેટલું ચળવાનું

.

કાળ કરી દે બંધ આપણી મુઠ્ઠીઓ

શું ભીતર છે એ ય આપણે કળવાનું

.

બીજ ઉપાડ્યો છે સ્મરણોની પૃથ્વીનો

કારણ એક જ પીઠ અમારી વળવાનું.

.

( ઉર્વીશ વસાવડા )

Share this

4 replies on “કારણ એક જ”

  1. હિનાબેન,

    એક અલગ વાત જ કરવી છે. તમારી સાઈટ પર ‘કોપી-પેસ્ટ રાઈટ’ નો નિષેધ શું કામ? એક ઈન્ટરનેટ માર્કેટર તરીકે મારો એવો અનુભવ છે કે…માહિતી જેટલી ખુલ્લી વહેંચશો એટલી ‘ફોર-ફોલ્ડ’ થઇ તમારી પાસે વધુ આવશે. કોઈ કઈ લઇ જવાનું નથી બેન! કોમેન્ટમાં આર્તીકાલને લાગતાં કેટલાંક ક્વોટ્સ પણ કહેવા હોય છે જેમ કોપી-પેસ્ટ જરૂરી હોય છે. ત્યારે આ ફંક્શન ઘણું ઇરીટેટ કરે છે. કોઈ સારો ઉપાય લાવો.

  2. હિનાબેન,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.