વાત બસ રહી-હરકિસન જોષી

યાત્રા જીવનની એટલે આવી સરસ રહી,

તારા મિલનની દિલને બરાબર તરસ રહી.

.

એને વિતાવવાનું પણ ભારે થઈ પડ્યું,

દુ:ખની ઘડીઓ આમ તો બેપાંચ દસ રહી.

.

તો પણ જુઓને કેટલા તરસ્યા જતા રહ્યા,

વરસાદ સાથે વાઝડી વરસોવરસ રહી.

.

સૌને નિમિત્ત રાખી તમે સાચવ્યો મને,

જીવી જવાયું આમ બસ આભારવશ રહી.

.

અસ્તિત્વ સાથે વિશ્વ સમેટાઈ ગયું લ્યો,

હોવું અહીં તો આખરે એક વાત બસ રહી.

.

( હરકિસન જોષી )

Share this

2 replies on “વાત બસ રહી-હરકિસન જોષી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.