મેં તો કૈં પણ કહ્યું નથી-અમી મહેતા

અરે !

મેં તો કૈં પણ કહ્યું નથી

તો પછી

આ ફૂલો

એકાએક કેમ ચીમળાઈ ગયાં ?

.

મેં તો કૈં પણ કહ્યું નથી

તો પછી

આ ધોધમાર વરસતો વરસાદ

અચાનક કેમ અંદર ને અંદર સૂકાઈ ગયો ?

.

મેં તો કૈં પણ કહયું નથી

તો પછી

આ ઝંઝાવાતી પવન

અચાનક ગગનની કઈ ગુફામાં લપાઈ ગયો ?

.

કદાચ હું કૈં નથી બોલ્યો

એની તો વેદના નહીં હોય ?

.

( અમી મહેતા )

Share this

2 replies on “મેં તો કૈં પણ કહ્યું નથી-અમી મહેતા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.