દેહથી દૂર-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

દેહથી દૂર જઈ ચઢાયું છે,

સાવ હળવા બની જવાયું છે.

.

રાત ઊભી છે હોઠ સીવીને,

સાવ કાચું કશું કપાયું છે.

.

દોસ્ત તેં પથ્થરો ફેંક્યા,

આમ પણ પાણી તો મપાયું છે.

.

આંખ પડદા ન બાંધ આંસુના,

એ જ વંચાય જે લખાયું છે.

.

આવ કે આંખ ઓળખે કાંઠો,

થઈ તણખલું ફક્ત તરાયું છે.

.

રોજ પહેરી નવાં નવાં પહેરણ,

એક ભાંગ્યો ભરમ થવાયું છે.

.

એટલે તો ગઝલ લખે ‘રાજ્જા’,

ક્યાં કદી પણ તને મળાયું છે.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’  )

Share this

2 replies on “દેહથી દૂર-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.