લિફ્ટમેન-પરાગ મ. ત્રિવેદી

તે

એકલો માણસ

ઘણા મહિનાઓથી

અમને સૌને-

આ આખા એપાર્ટમેન્ટના રહેવાસીઓને

રોજ

સવારે- બપોરે- સાંજે- રાત્રે

લઈ જતો અસંખ્ય વાર

ઉપર નીચે…

પણ

અમે બધા

-૬૫ ફ્લેટના આટલા બધા રહેવાસીઓ

ભેગા મળીને પણ

તેને એક જણને

એક વખત પણ

નથી લાવી શક્યા ત્યારથી નીચે

જ્યારથી તે ગયો છે

ઉપર…

.

( પરાગ મ. ત્રિવેદી )

Share this

2 replies on “લિફ્ટમેન-પરાગ મ. ત્રિવેદી”

  1. આ એક એવી વ્યક્તિ જેની નોધ ભાગ્યેજ લેવાય,

    સરસ કૃતિ ………..

  2. આ એક એવી વ્યક્તિ જેની નોધ ભાગ્યેજ લેવાય,

    સરસ કૃતિ ………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.