તો પણ ઘણું-ફિલિપ ક્લાર્ક

કોક ગમતું જણ મળે તો પણ ઘણું;

પ્રેમ એનો કણ મળે તો પણ ઘણું.

.

એમનાં પગલાં પડ્યાં જે ધૂળમાં;

એની કૈંક રજકણ મળે તો પણ ઘણું.

.

કેમ છો એવુંય પૂછે દુ:ખમાં;

એટલાં સગપણ મળે તો પણ ઘણું.

.

રેત રૂપે ક્યાંક તો મળવું થશે;

જીવવાને રણ મળે તો પણ ઘણું.

.

પ્રેમનાં કૈં પંખી ઊડી આવશે;

લાગણીનાં ચણ મળે તો પણ ઘણું.

.

સાંજનો આ સૂર્ય તો ડૂબી ગયો;

પાછું વળતું ધણ મળે તો પણ ઘણું.

.

( ફિલિપ ક્લાર્ક )

Share this

5 replies on “તો પણ ઘણું-ફિલિપ ક્લાર્ક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.