સવારની-જયંત દેસાઈ Dec19 સવારની ટચલી આંગળી ઝાલી પા પા પગલી માંડતો તડકો, થોડું થોભી જાય છે…. હવા પર સવાર થઈને ઢોળાયે જતાં પંખીઓના મીઠડા ટહૂકા એને સ્નેહથી ચૂમી લે છે… ત્યારે- ગાલ પર શરમના શેરડા સાથે કેસૂડાંની ડાળી આડું જોઈ જાય છે અને એ સાથે જ સ્તબ્ધ વાતાવરણમાં અચાનક વસંતના પડઘા ગાજી ઉઠે છે… – અહીં રોજ એક રાત્રિ પાછલા પહોરે ઝાકળ થઈને વેરાઈ જાય છે…. હળવે….હળવે…. . (જયંત દેસાઈ)