કાંઈ માગીશું નહિ- શોભિત દેસાઈ

થઈ જશે મોડું હવે જો સહેજ જાગીશું નહિ,

આજથી નક્કી કરીએ કાંઈ માગીશું નહિ.

.

માપદંડોનું ન પૂછો, આ વીતકની વાત છે;

સાગરો ઈચ્છાઓના ક્યારેક તાગીશું નહિ.

.

કર ભરોસો તું અમારી ચૂપકીદીનો, ને સમજ,

મૌન રહીશું, સૂર વગર ક્યારેય વાહીશું નહિ.

.

છો કલમ તૂટી જતી પણ નહિ કદી કરીએ નકલ,

એવી ખુદ્દારી-કોઈના જેવા લાગીશું નહિ.

.

આવશે એ ઘડીએ ઊભા હોઈશું સત્કારવા,

જિંદગી જીવ્યા છીએ એવી કે ભાગીશું નહિ.

.

( શોભિત દેસાઈ )

Share this

3 replies on “કાંઈ માગીશું નહિ- શોભિત દેસાઈ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.