હજી હમણાં જ…-દિનેશ ડોંગરે “નાદાન”

બધી ઈચ્છાઓ ઠારીને હજી હમણાં બેઠો છું,

ફકીરી વેશ ધારીને હજી હમણાં જ બેઠો છું.

.

મને અંધારમાં જોઈ તમે આશ્ચર્ય ના પામો,

સૂરજનો રથ ઉતારીને હજી હમણાં જ બેઠો છું..

.

ઉમળકાભેર સ્વાગત થાય એનું આંગણે તેથી,

હું ઘર-ઊંબર સંવારીને હજી હમણાં જ બેઠો છું.

.

હવે ધાર્યા મુજબ આઘાત-પ્રત્યાઘાત નૈં આવે,

સમજશક્તિ વધારીને હજી હમણાં જ બેઠો છું.

.

ઉદાસી આવી મારા ઘર સુધી પાછી વળી જાશે,

મનોમન એ વિચારીને હજી હમણાં જ બેઠો છું.

.

ખુશી આજે નહીં તો કાલે ચોક્ક્સ આવશે ‘નાદાન’

હું બાંહો પસારીને હજી હમણાં જ બેઠો છું.

.

( દિનેશ ડોંગરે “નાદાન” )

Share this

2 replies on “હજી હમણાં જ…-દિનેશ ડોંગરે “નાદાન””

  1. શ્રી દિનેશજીની સરસ ગઝલ માણવા મળી-અભિનંદન.
    હીનાબેન,ગઝલની પ્રથમ પંક્તિમાં રદિફમાં,-જ-ટાઇપ કરવાનો રહી ગયો છે-સુધારી લેશો.

  2. શ્રી દિનેશજીની સરસ ગઝલ માણવા મળી-અભિનંદન.
    હીનાબેન,ગઝલની પ્રથમ પંક્તિમાં રદિફમાં,-જ-ટાઇપ કરવાનો રહી ગયો છે-સુધારી લેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.