નામ તું લેતો નહીં-અશરફ ડબાવાલા

ધેનનું કે જાદવાનું નામ તું લેતો નહીં,

સ્વપ્નમાં છો, જાગવાનું નામ તું લેતો નહીં.

.

મન વગર પહોંચી ગયો છો ત્યાં જ ધામો નાખ તું,

ભૂલથી પણ માળવાનું નામ તું લેતો નહીં.

.

બે ઘડી તું એની સાથે ગેલ કર કે રમ જરા,

પણ પવનને પાળવાનું નામ તું લેતો નહીં.

.

હોડી ને દરિયા વિષે રમખાણો ચાલે છે સતત,

અ નગરમાં ખારવાનું નામ તું લેતો નહીં.

.

કોઈ અંગત કારણોસર જે તને સૌથી ગમે,

એ ગઝલને છાપવાનું નામ તું લેતો નહીં.

.

( અશરફ ડબાવાલા )

12 thoughts on “નામ તું લેતો નહીં-અશરફ ડબાવાલા

  1. કવિશ્રી અશરફભાઈની ગઝલોમાં રદિફ અને કાફિયાનું નાવિન્ય અને એ બન્નેનું ખૂબીપૂર્વકનું સાયુજ્ય,ઉડીને આંખે વળગે એવું હોય છે.
    પ્રસ્તુત ગઝલ પણ એકદમ જાનદાર થઈ છે.

    Like

  2. કવિશ્રી અશરફભાઈની ગઝલોમાં રદિફ અને કાફિયાનું નાવિન્ય અને એ બન્નેનું ખૂબીપૂર્વકનું સાયુજ્ય,ઉડીને આંખે વળગે એવું હોય છે.
    પ્રસ્તુત ગઝલ પણ એકદમ જાનદાર થઈ છે.

    Like

  3. કોઈ અંગત કારણોસર જે તને સૌથી ગમે,
    એ ગઝલને છાપવાનું નામ તું લેતો નહીં …

    વાહ .. મજાનો શેર.

    Like

  4. કોઈ અંગત કારણોસર જે તને સૌથી ગમે,
    એ ગઝલને છાપવાનું નામ તું લેતો નહીં …

    વાહ .. મજાનો શેર.

    Like

Leave a reply to વિહંગ વ્યાસ Cancel reply