ગઝલ ગુચ્છ-૯ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

જેટલું જે કાંઈ અણકથ મોકલું છું;

પહોંચતો મારા લગી પથ મોકલું છું.

.

શું વળી ઈતિ અને અથ, મોકલું છું

મૂળિયા સોતા મનોરથ મોકલું છું.

.

ઓળખાતાં કૈં જ ઓળખવું રહે ના,

પામવા જેવો પદારથ મોકલું છું.

.

એક પળનું પણ હવે છેટું ખપે ના,

મંત્ર ફૂંક્યા અશ્વનો રથ મોકલું છું.

.

કોણ જાણે શુંય ખેડાઈ ગયું છે,

ખેપ છે ખૂશ્બુથી લથબથ મોકલું છું.

.

એક એવી ધૂન છે “મિસ્કીન” મનને,

બસ, બધું લગે જથારથ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )Share this

2 replies on “ગઝલ ગુચ્છ-૯ – રાજેશ વ્યાસ “મિસ્કીન””

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.