ગઝલ ગુચ્છ-૧૪ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

વાંચજે રેખા ઉકેલી મોકલું છું,

પત્રના બદલે હથેળી મોકલું છું.

.

સાંજ એ સૌને મઢેલી મોકલું છું,

લે ! ગઝલ તાજી લખેલી મોકલું છું.

.

ચોતરફ દોડે છે ઘેલી મોકલું છું,

તોરણો બાંધેલ ડેલી મોકલું છું.

.

બોલવા દેતી નહોતી જે જરાયે,

સાવ મૂંગી છે ચમેલી મોકલું છું.

.

જ્યાં વસું છું હું કોઈ દરવાન પેઠે,

લાગણીની એ હવેલી મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

Share this

2 replies on “ગઝલ ગુચ્છ-૧૪ – રાજેશ વ્યાસ “મિસ્કીન””

  1. બહુ સરસ ગઝલ। મત્લા તો આફરીન પોકારી જવાય એવો છે.

  2. બહુ સરસ ગઝલ। મત્લા તો આફરીન પોકારી જવાય એવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.