કન્સ્ટ્રકશન – ધીરુ મોદી
જ્યાં લીલાંછમ જંગલ લહેરાતાં હતાં
ત્યાં માણસે
સાફસૂફ કરીને ખેતર કર્યા
અનાજપાણી રોપ્યાં.
.
જ્યાં હરિયાળાં ખેતર લહેરાતાં હતાં
ત્યાં માણસે
ધરમૂળથી સાફ કરીને ઘર બાંધ્યાં.
.
સરવાળે એવું થયું કે
માણસ પોતે
મૂળમાંથી કશુંક રોપવાનું ભૂલી ગયો
બાંધવાનું શીખ્યો.
.
માણસ હવે
પ્રણાલીની મજબૂત પ્લીંથમાં
ઊગતાં બાળકોને બાંધે છે.
.
( ધીરુ મોદી )
પ્રિય હિનાબેન્;
પ્રેમ્;
સમજ વગરની પ્રગતિ મોટાભાગે અધોગતિ જ હોય છે. વધતા જતાં કોંક્રિટના જંગલો ઘણા બધાને પીડા આપે છે. આવી જ પીડા માંથી આ કવિતા જન્મી છે. કવિ તો કવિ છે કવિતા કરી શકે, ગીતો ગાઈ શકે, કદાચ થોડા ઘણા બહેરા કાનો સુધી સંદેશ પહોંચાડી શકે. પણ સમસ્યાનુ સમાધાન શું? એવો પ્રશ્ન આપણને ઊઠે ખરો? તેનો જવાબ મળે ખરો? વાચકો ના મંતવ્યો આવકાર દાયક છે.
શેષ શુભ;
પ્રભુશ્રિ ના આશિષ;
શરદ