પ્રેમ કરવો – નિમેષ ચોકસી

પ્રેમ કરવો એ એક ઘટના છે

પણ ઘટનામાં પણ ઘટના છે

તમને તો અવ કાંઈ કશું નહીં

ને અમને તમારી રટના છે.

.

તમે બુદ્ધિથી બધુંય માપો

અમને લાગણીઓનો છાક

અમને જોઈએ ધોધમાર

ને તમને ઝંખના હોય જરાક

પાગલ અમે ભટકીએ

તમારા પંથ બધા વહીવટના છે.

.

તમે શાંત સરોવર

એમાં અમે ઊછળતી નૌકા

તમને વ્હાલું મૌન ને અમને

જોઈએ ટહુકેટહુકા

તમે વેદ પુરાણ

અમારા સ્કંધ બધા ભાગવતના છે.

.

( નિમેષ ચોકસી )

2 thoughts on “પ્રેમ કરવો – નિમેષ ચોકસી

  1. સરસ
    વેગ વગરના આવેગ
    તેમો ભરતી ઓટ નાં ઉછેર
    પરાણે તાલ કે લયમો ,પ્રેમને,ઝબોળ
    આ,વેગ વગરના આવેગ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.