અમને મળ્યો છે – ઉર્વીશ વસાવડા

ફરી એ જ પડકાર અમને મળ્યો છે

નવો એક અવતાર અમને મળ્યો છે

.

ફક્ત એક પળ જ્યાં કરી બંધ આંખો

અજબ તેજ ઝબકાર અમને મળ્યો છે

.

સતત ચાલવાનું, ઘડીભર વિસામો

તસુ કે ન તલભાર, અમને મળ્યો છે

.

અરીસાની ઓકાત શું કે બતાવે

અદીઠો જે શણગાર અમને મળ્યો છે

.

ન સમજાયું શાને અમારા જ ઘરમાં

અતિથિનો સત્કાર અમને મળ્યો છે

.

પછી એ લખાયું ગઝલના સ્વરૂપે

અગમનો જે અણસાર અમને મળ્યો છે

.

( ઉર્વીશ વસાવડા )

Share this

4 replies on “અમને મળ્યો છે – ઉર્વીશ વસાવડા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.