આગવા બેત્રણ અભાવો – કરસનદાસ લુહાર

થૈ જવા તરબોળ તડકે મ્હાલવાદેજે મને !

રણ વચોવચ રૂખડાશો ફાલવા દેજે મને !

.

ક્યાં સુધી આધાર મારો તું થવાનો દોસ્ત હે

આંગળી મારી હવે તો ઝાલવા દેજે મને !

.

આમ તો હું ભાવથી ભરચક સતત છું તે છતાં

આગવા બેત્રણ અભાવો સાલવા દેજે મને !

.

આ સફર છે આખરે મારાથી તે તારા સુધી;

એ જ રસ્તે મન મૂકીને ચાલવા દેજે મને !

.

હું જ છું, ના હું નથી, કોઈ નથી કૈં પણ નથી;

શૂન્યના મબલખ આ મેળે મ્હાલવા દેજે મને !

.

( કરસનદાસ લુહાર )

11 thoughts on “આગવા બેત્રણ અભાવો – કરસનદાસ લુહાર

  1. શૂન્યના મેળે મહાલવા તો શૂન્ય થવું પડે. પણ આપણને તો ઝીરો(શૂન્ય) થવાં કરતાં હીરો થવામાં રસ વધુ હોય છે.

    Like

  2. શૂન્યના મેળે મહાલવા તો શૂન્ય થવું પડે. પણ આપણને તો ઝીરો(શૂન્ય) થવાં કરતાં હીરો થવામાં રસ વધુ હોય છે.

    Like

  3. સરસ ગઝલ.
    ક્યાં સુધી આધાર મારો તું થવાનો દોસ્ત હે
    આંગળી મારી હવે તો ઝાલવા દેજે મને.
    આખરે માણસે પોતાના પગ પર ઊભા રહેવાનું હોય છે. આપ સમાન બળ નહીં એ કહેવત પણ આ શેરમાં સાર્થક થતી લાગે છે.

    Like

  4. સરસ ગઝલ.
    ક્યાં સુધી આધાર મારો તું થવાનો દોસ્ત હે
    આંગળી મારી હવે તો ઝાલવા દેજે મને.
    આખરે માણસે પોતાના પગ પર ઊભા રહેવાનું હોય છે. આપ સમાન બળ નહીં એ કહેવત પણ આ શેરમાં સાર્થક થતી લાગે છે.

    Like

Leave a reply to vajesinh pargi Cancel reply