Skip links

સ્વપ્નવત – લાલજી કાનપરિયા

આજકાલ દરેક ક્ષણ વીતી રહી છે સ્વપ્નવત

કેટલીયે વાત અમે એમ જ કહી છે સ્વપ્નવત

.

આંખ આ નિહાળતી ટેવવશ હવે સતત

દ્રશ્યો પણ બદલાઈ ગયાં છે પરવશ હવે સતત.

.

નજરુંની સૂની સૂની નદી વહી છે સ્વપ્નવત

આજકાલ દરેક ક્ષણ વીતી રહી છે સ્વપ્નવત

.

કોણ કોને સંભારતું ને કોણ કોને પૂછતું ?

કોઈ આવીને હવે આ અશ્રુ એક્કે લૂછતું ?

.

રાતોની રાતો અહીં એમ જ વહી છે સ્વપ્નવત

આજકાલ દરેક ક્ષણ વીતી રહી છે સ્વપ્નવત

.

લાગણી પણ આજકાલ લાગે હવે તો અર્થહીન

ને ઈચ્છાઓ સામટી જાગે હવે તો અર્થહીન

.

ઉદાસીના ખત ઉપર કરી સહી છે સ્વપ્નવત

આજકાલ દરેક ક્ષણ વીતી રહી છે સ્વપ્નવત

.

( લાલજી કાનપરિયા )

Leave a comment

  1. લાલજીભાઈ રડો નહી. આ તો શુભ ઘડી છે જો ખબર પડે કે બધું સ્વપ્નવત થઈ રહ્યું છે. બાકી તો ૯૯.૯૯% લોકોને ખબર જ પડતી નથી અને આખું જીવન સ્વપ્નવત વહ્યું જાય છે. આજ ની ઘડી રળિયામણી.

  2. લાલજીભાઈ રડો નહી. આ તો શુભ ઘડી છે જો ખબર પડે કે બધું સ્વપ્નવત થઈ રહ્યું છે. બાકી તો ૯૯.૯૯% લોકોને ખબર જ પડતી નથી અને આખું જીવન સ્વપ્નવત વહ્યું જાય છે. આજ ની ઘડી રળિયામણી.