નિર્ણય નથી થાતો હજી – નીતિન વડગામા

ઊંઘવું કે જાગવું નિર્ણય નથી થાતો હજી,

ક્યાં અને ક્યારે જવું નિર્ણય નથી થાતો હજી.

.

એમ તો તરત જ ‘તથાસ્તુ’ કહેવા એ તૈયાર છે,

આપણે શું માગવું નિર્ણય નથી થાતો હજી.

.

બોદું – બસૂરું સાવ આ સગપણનું ઘૂંઘરું,

છોડવું કે બાંધવું નિર્ણય નથી થાતો હજી.

.

સ્વપ્નની સાથે જ સુરમો ને સુરંગો છે અહીં,

આંખમાં શું આંજવું નિર્ણય નથી થાતો હજી.

.

અંત દેખાતો નથી ને કૈં પમાતું પણ નથી,

કેટલું તળ તાગવું નિર્ણય નથી થાતો હજી.

.

( નીતિન વડગામા )

6 thoughts on “નિર્ણય નથી થાતો હજી – નીતિન વડગામા

  1. ગઝલ વાંચીને ઝૂમી ઊઠ્યો. બહુ સરસ ગઝલ. આજની સવાર સુધરી ગઈ. આખી ગઝલમાંથી કયો એક શેર પસંદ કરવો એ ગઝલની રદીફની જેમ નિર્ણય નથી થાતો હજી.

    Like

  2. ગઝલ વાંચીને ઝૂમી ઊઠ્યો. બહુ સરસ ગઝલ. આજની સવાર સુધરી ગઈ. આખી ગઝલમાંથી કયો એક શેર પસંદ કરવો એ ગઝલની રદીફની જેમ નિર્ણય નથી થાતો હજી.

    Like

  3. હિનાબેન,

    ગઝલ ના દરેક શેર આપણા જીવનની હકીકતનું સચોટ દર્શન કરાવે છે, બસ, આજ આપણું જીવન છે કે કોઈ વાતનો નિર્ણય નથી કરી શકતા અને મૂલ્યવાન જિંદગીને વેડફી નાખ્યે છે.

    સરસ ગઝલ !

    અભિનંદન !

    Like

  4. હિનાબેન,

    ગઝલ ના દરેક શેર આપણા જીવનની હકીકતનું સચોટ દર્શન કરાવે છે, બસ, આજ આપણું જીવન છે કે કોઈ વાતનો નિર્ણય નથી કરી શકતા અને મૂલ્યવાન જિંદગીને વેડફી નાખ્યે છે.

    સરસ ગઝલ !

    અભિનંદન !

    Like

Leave a reply to Pancham Shukla Cancel reply