યાદના અંજળ – મીરા આસીફ
તું મને કાગળ લખે તો, રોજ હું સજદા કરું !
યાદના અંજળ લખે, તો રોજ હું સજદા કરું !
.
કોઈ મારા હાથમાં તડકો લખે વૈશાખનો,
તું કદી ઝાકળ લખે, તો રોજ હું સજદા કરું !
.
શું તરન્નુમ થઈ વહે છે શ્વાસની રફતારમાં ?
તું મને અટકળ લખે, તો રોજ હું સજદા કરું !
.
સાવ કોરા સ્પર્શનું આકાશ આપું છું તને,
મેઘલાં, વાદળ લખે, તો રોજ હું સજદા કરું !
.
શું થયું રણમાં રઝળતી એ અજાણી લાશનું ?
તું કથા આગળ લખે, તો રોજ હું સજદા કરું !
.
હું તને દરિયો લખીને રણ લખું આસીફને,
તું કદી મૃગજળ લખે, તો રોજ હું સજદા કરું !
.
( મીરા આસીફ )
સરસ અભિવ્યક્તિ
સરસ અભિવ્યક્તિ
કવિ મિત્ર શ્રી મીરા આસિફની આ સુંદર ગઝલમાં એક સંપૂર્ણ ગઝલમાં જોઇએ,એ બધું જ સામેલ છે અને એટલે નખશિખ નજાકતથી ભરી-ભરી છે
કવિ મિત્ર શ્રી મીરા આસિફની આ સુંદર ગઝલમાં એક સંપૂર્ણ ગઝલમાં જોઇએ,એ બધું જ સામેલ છે અને એટલે નખશિખ નજાકતથી ભરી-ભરી છે
speechless….what a sweet words and feelings…tuchwood…
speechless….what a sweet words and feelings…tuchwood…